ઉત્તરકાશીમાં ભીષણ બરફના તોફાનમાં ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીથી મોટા અકસ્માતના સમાચાર આવી રહૃાા છે. અહીં બરફના ભીષણ તોફાનમાં અનેક પર્વતારોહીઓ ફસાયા જેમાંથી ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત થયા છે. એવું કહેવાયું છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ નહેરુ પર્વતારોગણ સંસ્થાનના ૪૦ પર્વતારોહીઓની એક ટુકડી ઉત્તરકાશીથી દ્રૌપદી ડાંડા-૨ પર્વત ટોચ માટે રવાના થઈ હતી. અહીં મંગળવારે અચાનક ટોપ પર હિમસ્ખલનમાં એ તમામલોકો ફસાઈ ગયા. અકસ્માતની સૂચના મળતા NIM ની ટીમ સાથે જિલ્લા પ્રશાસન, NDRF, SDRF, સેના અને ITBP ના જવાન એક્ટિવ થઈ ગયા છે અને ઝડપથી રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. એવું કહેવાઈ રહૃાું છે કે હજુ પણ ત્યાં ૨૦ પર્વતારોહીઓ ફસાયેલા છે. રિપોર્ટ મુજબ પર્વતારોહણ અભિયાનમાં કુલ ૪૦ લોકો હતા. જેમાંથી ૩૩ તાલીમાર્થીઓ હતા જ્યારે ૭ તાલિમ આપનારા હતા. અચાનક આવેલા તોફાન અને હિમસ્ખલનના કારણે એ લોકો ફસાઈ ગયા. અત્યાર સુધીમાં ૩ ટ્રેઈનર્સ અને ૧૭ તાલિમાર્થીઓ સહિત ૨૦ લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ રક્ષામંત્રી સાથે વાત કરીને સેનાની મદદ માંગી છે. સેનાના જવાનો રાહત કાર્યમાં લાગ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે વાયુસેનાએ પોતાના બે ચીતા હેલિકોપ્ટર કામે લગાવ્યા છે. કેટલાક હેલિકોપ્ટર્સને હાલ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. દ્રૌપદીના ડાંડા-૨ પર્વત ટોચ પર આ અકસ્માતમાં કેટલાક પર્વતારોહીઓના મોતના અહેવાલ પણ સામે આવી રહૃાા છે. તેમના મોત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે દૃુ:ખ જતાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહૃાું કે ઉત્તરકાશીમાં નહેરુ પર્વતારોહણ સંસ્થાન દ્વારા કરાયેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનના કારણે જાનમાલના નુકસાનથી ખુબ દૃુ:ખ થયું. પોતાના પ્રિયજનોને ખોનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ.