ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે મુલાકાત કરી, સ્થિતિની માહિતી મેળવી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દૃેહરાદૃૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ ધામીએ જણાવ્યુ કે રસ્તા પર રહેલા એક ખાડાને કારણે શુક્રવારે પંતની કારનું સંતુલન બગડી ગયું અને આ દૃુર્ઘટના સર્જાય હતી. આ દૃુર્ઘટનામાં પંતની કાર સળગીને રાખ થઈ ગઈ હતી. રિષભ પંતને પણ સ્થાનીક લોકો અને એક બસ સ્ટાફે સમય રહેતા કારની બહાર કાઢ્યો હતો. પંતને ઈજા પહોંચી છે, શનિવારે તેના માથાની સર્જરી પણ થઈ છે. મુખ્યમંત્રી ધામીએ રવિવારે રિષભ પંતની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. બાદમાં ધામીએ જણાવ્યું કે રસ્તા પર ખાડાને કારણે અકસ્માત થયો હતો. તેમણે તે અટકળો પર વિરામ લગાવી દીધો છે કે પંત ઓવર સ્પીિંડગ કે નીંદરના ઝોકાને કારણે દૃુર્ઘટનાનો શિકાર થયો હતો. આ સમયે દૃેહરાદૃૂનની મેક્સ હોસ્પિટલમાં રિષભ પંતની સારવાર ચાલી રહી છે. દૃુર્ઘટનામાં આગની ઝપેટમાં આવ્યા અને ઢસળાવાને કારણે તેના માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. માથા પર લાગેલ કટ દૃુર્ઘટના બાદ સામે આવેલા તમામ ફોટામાં પણ જોવા મળી રહૃાું છે. શનિવારે તેની સર્જરી થઈ. ગજુ ઘુંટણ અને એડીમાં સોજો છે જેના કારણે એમઆરઆઈ થઈ શક્યો નથી. રિષભ પંતને હાલ આઈસીયૂમાં રાખવામાં આવ્યો છે. રાહતની વાત છે કે તેના બ્રેન અને કરોડરજ્જુનો એમઆરઆઈ રિપોર્ટ સામાન્ય આવ્યો છે. શનિવારે પ્રદૃેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. ધન સિંહ રાવતે હોસ્પિટલ જઈને ડોક્ટરો પાસે પંતની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે રિષભ પંતના માતા સરોજ પંત સાથે પણ વાત કરી રહી છે. જાણવા મળી રહૃાું છે કે હાલ તેમની સારવાર દૃેહરાદૃૂનમાં જ ચાલશે.