નવીદિૃલ્હી,તા.૦૧
ઉત્તરાખંડમાં એક જીપ્સી ડ્રાઈવરની તાજેતરમાં વાઘને ઉશ્કેરવા બદૃલ ધરપકડ કરવામાં આવી છે. વાઘને ઉશ્કેરતા ડ્રાઈવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદૃ પોલીસે આ બાબતની નોંધ લેતા ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. આ ઘટના બુધવારે સવારે જિમ કોર્બેટ નેશનલ પાર્ક પાસે બની હતી. વિડીયોમાં વાઘને ઝાડીઓમાંથી બહાર આવતા અને પ્રવાસી વાહન તરફ આગળ વધતા પહેલા િંહસક રીતે હુંકાર કરતો જોઈ શકાય છે. એનડીટીવીના એક અહેવાલ મુજબ, શુક્રવારે ભારતીય વન સેવા (આઈએફએસ) અધિકારી સુશાંત નંદૃાએ માહિતી આપી હતી કે, જીપ્સીના ડ્રાઈવરને વાઘને ઉશ્કેરવા બદૃલ ધરપકડ કરવામાં આવી છે. વન અધિકારીએ ટ્વીટર પર જણાવ્યું કે, ડ્રાઈવર વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વાઘ કેટલા ખતરનાક રીતે ગર્જતો જોવા મળે છે. પ્રવાસીઓમાંથી એક ટાઈગર પર બૂમો પાડવાનું શરૂ કરે છે, કારણ કે, તે ગુસ્સામાં પ્રવાસી વાહન તરફ ચાલે છે.