ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દૃુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દૃુર્ઘટનામાં ૨૫ લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી સવારે ૬ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન ૨૧ લોકોને બચાવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ દૃુર્ઘટના ત્યારે થઈ જ્યારે હરિદ્વારના અંતર્ગત લાલઢાંગથી કાડા તલ્લા જઈ રહેલી ૫૦ જાનૈયાઓ ભરેલી બસ સિમડી ગામ નજીક બેકાબૂ થઈને ૫૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. હાલમાં ઘટના પર પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કંટ્રોલ રૂમમાં પહોંચીને તાત્કાલિક રાહત પહોંચાડવાના નિર્દૃેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે, શ્રીનગર, કોટદ્વાર, સતપુલી અને રુદ્રપુરથી એસડીઆરએફની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. દૃુર્ઘટના બાદ મંગળવાર રાતે સીએમ પુષ્કર સિંહ ધામીએ કહૃાું કે, રેસ્ક્યૂ ઓપરેશન માટે એસડીઆરએફની ટીમ લાગી છે. તો વળી આ મામલામાં બ્લોક પ્રમુખ રાજેશ કંડારીએ જણાવ્યું છે કે, આ બસ લગભગ ૫૦૦ મીટર નીચે ખીણમાં ખાબકી છે. તેની સાથે જ બીરોખાલ સ્વાસ્થ્ય કેન્દ્રથી પાંચ ડોક્ટર્સની ટીમ મોકલવામાં આવી છે.