ઉત્તર પ્રદૃેશના લખીમપુર ખીરીમાં ત્રણ વર્ષની બાળકીની દૃુષ્કર્મ બાદ હત્યા

ઉત્તર પ્રદૃેશના લખીમપુર ખીરી જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીનો મૃતદૃેહ ગુરૂવારે શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દૃેવામાં આવી છે. લખીમપુર ખીરી જિલ્લામાં ૨૦ દિવસમાં બળાત્કારની આ ત્રીજી ઘટના છે. બાળકી બુધવારના રોજ પોતાના ઘરેથી લાપતા થઈ હતી. ગામની નજીક જ ખેતરમાંથી તેનો મૃતદૃેહ મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું યૌન શોષણ થયું હોવાની પુષ્ટી થઈ છે. બાળકીના માથાના ભાગ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. બાળકીના પિતાએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પોતાના જ ગામના રહેવાસી લેખરામ પર આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર જૂની દૃુશ્મની હોવાના કારણે તેણે જ તેની દીકરીનું અપહરણ કરી લીધું હતું અને તેની હત્યા પણ કરી દીધી. આ ક્રૂર ઘટના આચરનારા આરોપીઓને પકડવા માટે પોલીસે ચાર ટીમ બનાવી છે.
ઉત્તર પ્રદૃેશનો લખીમપુર ખીરી જીલ્લો ચર્ચાનો વિષય ત્યારે બન્યો હતો જ્યારે ઘરેથી સ્કોલરશીપનું ફોર્મ ભરવા નિકળેલી ૧૭ વર્ષની સગીરાનો મૃતદૃેહ ગામની બહાર મળી આવ્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેની પણ હત્યા કરી દૃેવાઈ હતી. તેનું વિકૃત થઈ ગયેલો મૃતદૃેહ તેના ગામથી લગભગ ૨૦૦ મીટર દૃૂર આવેલા એક સૂકાઈ ગયેલા તળાવની પાસે મળી આવ્યો હતો.
આ અગાઉ એક ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની પણ હત્યા કરી દૃેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકી બપોરે ખેતરમાં ગઈ હતી અને જ્યારે તે ઘણા સમય સુધી પરત ન ફરી ત્યારે તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેનો મૃતદૃેહ પણ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો.