ઉદ્ધવની ડ્રગ કોમેન્ટ પર ભડકી કંગના, કહૃાું- ગંદી રાજનીતિ કરી રહૃાા છો, શરમ આવવી જોઇએ

કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફરી એકવાર બોલાચાલી થઇ રહી છે. આ વખતે આ લડત ડ્રગ્સની ખેતીને લઈને છે. ખરેખર, સીએમ ઠાકરેએ રવિવારે દશેરાની રેલીમાં કંગનાના પીઓકેના નિવેદનના સંદર્ભમાં કહૃાું હતું કે કેટલાક લોકો ડ્રગ્સના કેન્દ્ર તરીકે મુંબઇને બદનામ કરવાનો પ્રયાસ કરી રહૃાા છે. તેમણે કંગનાના વતન હિમાચલ પ્રદેશ તરફ ધ્યાન દોર્યું અને કહૃાું કે લોકોને ખબર નથી હોતી કે ગંજાની ખેતી ક્યાં થાય છે. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કંગનાએ હવે તેમને જવાબ આપ્યો છે. કંગનાએ ટ્વીટ કર્યું  તમને પોતાના પર શરમ આવવી જોઇએ. મુખ્યમંત્રીજી. પબ્લિક સર્વેંટ થઇને તમે આ પ્રકારના તુચ્છ ઝઘડામાં સામેલ થઇ રહૃાા છે. તમારી તાકાતને પોતાનું અપમાન, નુકસાન અને લોકોને નીચા બતાવીને જે અંદરો અંદર સહમત નથી. તમને તે ખુરશી શોભા આપતી નથી,
જેની પર બેસીને તમે ગંદી રાજનીતિ કરી રહૃાા છો. શેમ. ‘તમારા જેવા નેતાઓ જેમની પાસે આ રાજ્ય (હિમાચલ પ્રદેશ), અંગે આવી નાની અને બીમાર વિચાર વાળી જાણકારી છે. જે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વાસ છે, જ્યાં માર્કંડ્ય, મનુ ઋષિ અને પાંડવ જેવા મહાન મુનિઓએ ઘણો સમય વીતાવ્યો. મુખ્યમંત્રી તમે ખૂબ નાના વિચારોવાળા વ્યક્તિ છો, હિમાચલને દેવ ભૂમિ કહેવામાં આવે છે અને અહીં મંદિરોની સંખ્યા સૌથી વધુ તેમજ ઝીરો ક્રાઇમ દર છે, અને હા, અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે જ્યાં સફરજન, કીવી, દાડમ, સ્ટ્રોબેરી ઉગાડવામાં આવે છે. કંગનાનું આ ટ્વીટ અહીં અટક્યું નહીં.
પોતાની વાત ચાલુ રાખતા તેણે લખ્યું  ‘કાર્યકારી સેવામાં હાજર મુખ્યમંત્રીને જુઓ જે દેશને વિભાજીત કરવાની કોશિશ કરી રહૃાા છે અને પોતાને મહારાષ્ટ્રના ઠેકેદાર બનાવી લીધા છે. તે માત્ર એક લોક સેવક છે. તેમના પહેલા કોઇ બીજુ હતું અને તે બાદ કોઇ બીજુ રાજ્યની સેવામાં આવશે. તે આવું વર્તન કેમ કરી રહૃાા છે જેમ કે તે મહારાષ્ટ્રના માલિક છે. ઉલ્લેખનીય છે કે કંગના અને સીએમ ઠાકરેની વચ્ચે આ લડાઇ સુશાંત કેસ બાદ શરૂ થઇ હતી. એક નિવેદનમાં કંગનાએ મુંબઇની તુલના પીઓકેથી કરી દીધી હતી. તે બાદ કંગના, સંજય રાઉત સહિત સીએમ ઉદ્ધવ ઠાકરેના નિશાન પર છે.