ઉનાનાં નવા બંદર ખાતે અત્યાધુનિક જેટ્ટીનું ઉદઘાટન કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ઉના, આજરોજ નવાબંદર મુકામે અત્યાધુનિક આંતર રાષ્ટ્રીય કક્ષા ના અત્યાધુનિક સુવિધાઓ સાથેના યુરોપિયન યુનિયન ના નિયમ મુજબ ના મત્સ્ય બંદર ના નિર્માણનો ખાતમુરત કાર્યક્રમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હસ્તક કરવામાં આવ્યો.આ નો ખર્ચ અંદાજિત 295 કરોડ અને 85 લાખના ખર્ચ સાથે અત્યાધુનિક જેટીનું નિર્માણ જેમાં 1000 જેટલી બોટો એક સાથે લાગંરી શકાય અને રાત ને દિવસ ગમે ત્યારે બંદરે આવજા કરી શકે તેવી જેટીનું નિર્માણ થશે અને સાથે સાથે મચ્છી રાખવા માટેનો કોલ સ્ટોરેજ બોટ રીપેરીંગ માટે નું વર્કશોપ અત્યંત આધુનિક રોડ ની સુવિધા લાઈટની સુવિધા ઈન્ટરનેટ ટાવર ની સુવિધા તેમજ શુદ્ધ પાણીની સુવિધા જેવી અનેક સુવિધાઓ સાથે અત્યંત આધુનિક આ જેટીનું નિર્માણ થશે એવું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું.આ ખાતમુરત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા ગીર સોમનાથ જૂનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા ગીર સોમનાથના કલેકટર મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ તેમજ કોડીનારના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી વેરાવળ માજીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીજસાભાઇ બારડ વેરાવળના માજી ધારાસભ્ય રાજસિહભાઇ જોટવા તાલાળા સુત્રાપાડા ના માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પ્રદેશ મહામંત્રી જવેરીભાઈ ઠકરાર ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસિંહભાઈ પરમાર ઉનાના માજી ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ જિલ્લા આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન હરીભાઇ સોલંકી અને મોટી સંખ્યામાં નવા બંદર તેમજ આજુબાજુના માછીમાર ભાઈઓ તેમજ બોટ માલિકો હાજરી આપી હતી.