ઉનાના ખજુદ્રા ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ: ઠેર-ઠેર પાણી ભરાયા

  • રાજુલામાં મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • ભાવનગરમાં સવારથી જ હળવા-ભારે ઝાપટા વરસી રહૃાા છે

    ઉના,
    સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈકાંઠાના વિસ્તોરામાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉનાના દરિયાઈ પટ્ટીના ખજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. આથી ગામ પાણી પાણી થઈ ગયું છે. તેમજ દરિયાઈ પટ્ટીના સીમર, દાડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આજથી શરૂ થયો છે. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજુલામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં અસહૃા બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, સોરઠિયા વાડી સર્કલ, રૈયા ચોકડી, દૃૂધ સાગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. બાબરા પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાબરાના ખાખરિયા, કરિયાણા, જામબરવાળા સહિ નાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે સવારના ૧૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડાના ધોકડવા, નગડીયા, જસાધાર, મોહબતપરા, અંબાડા, મોતીસર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહૃાો છે. સારા વરસાદથી મગફળી અને કપાસના પાકને નવું જીવન મળ્યું છે. ગીર સોમનાથના શહેરી વિસ્તારોમાં પણ સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહૃા ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.
    ભાવનગરમાં આજે બીજા દિવસે સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે બોરતળાવ, સરિતા સોસાયટી, વડલા, દૃેસાઈનગર, કાળીયાબીડ, હિલ ડ્રાઇવ સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા-ભારે ઝાપટા વરસી રહૃાાં છે. વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી રહૃાાં છે. સમગ્ર ભાવનગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે .અડધા ભાવનગરમાં છુટોછવાયો વરસાદ વરસી રહૃાો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ પંથકમાં કાજલી, સોનારિયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.