ઉનાના નાળીયા માંડવી ગામે દીપડાએ બતકનો શિકાર કર્યો

ઉના, ઉનાના નાળીયા માંડવી ગામે આવેલ ઉસ્માન ભાઈ કાઝી નાં ફાર્મ હાઉસમાં શિકારની શોધમાં આવેલ દીપડાએ વહેલી સવારે બતકનો શિકાર કરી મિજબાની માણી હતી ફાર્મ હાઉસમાં રહેલ પાલતુ શ્વાને બતકને બચાવવા પ્રયાસો કર્યા હતા જેમાં દિપડો બતક નો શિકાર કરી નાસી છુટયો હતો આ શિકારની સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થઈ હતી દરિયા કાંઠા નાં નાળીયા માંડવી ગામમાં ખૂંખાર દીપડા ની દહેશત થી ગામ લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો આ ખૂંખાર દીપડાને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.