ઉનાની સોસાયટીમાં મગર આવતા અફડાતફડી: રેસ્ક્યુ કરી પાંજરે પૂરાયો

ઉનાના ચંદ્ર કિરણ સોસાયટીમાં ગઈકાલે મોડી રાતે મહાકાય મગર ચડી આવી હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. મગર આવી ચડતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પુરી હતી.
ઉનામાં ચંદ્ર કિરણ સોસાયટી સામે આવેલી વાડીમાં ૮ ફૂટની મગર ચડી આવતા અફરાતફરી મચી ગઈ હતી. વાડીના મકાનની દિવાલની બાજુમાં મગર હોવાની સ્થાનિકોને ખબર પડતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે દૃોડી આવી હતી અને એક કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવી હતી. જે બાદ મગરને જંગલ તરફ છોડી દૃેવામાં આવી હતી. મહત્વનું છે મગર આવી ચડતા લોકોના ટોળેટોળા એકઠા થઈ હતા.