ઉનામાં એક અને રાજકોટમાં કોરોનાના વધુ ૧૨ કેસ સામે આવતા ખળભળાટ

રાજકોટ,
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહૃાો છે. ત્યારે આજે ઉનામાં ૧૧ વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી ગઈ છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉનામાં ૧૧ વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસે ટ્યુશન ક્લાસીસ ચલાવનાર મહિલા સાથે હ્લઇૈં નોધી છે. ટ્યુશન ક્લાસિસ ચલાવવાની મનાઈ હોવા છતાં મહિલા ટ્યુશન ક્લાસિસ ચલાવતી હતી. મહિલાનો ભાઈ બહારથી ટ્રાવેિંલગ કરીને આવ્યો હતો. જે પોઝિટિવ નોંધાયો છે. જેથી મહિલાના ઘરેથી જ બાળકને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ તો પોલીસ મહિલા વિરૂદ્ધ ગુનો દૃાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી ગઈ છે. હાલ તો આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે બળવો કરી ભાજપમાં આવેલા અને રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કે.પી.પાદૃરીયાએ કોરોનાનો મૃત્ય આંક છુપાવવામાં આવતો હોવાનો આરોગ્ય વિભાગ પર આક્ષેપ લગાવ્યો છે. કે.પી.પાદૃરીયાએ આક્ષેપ કરતાં કહૃાું કે પૂરતા ટેસ્ટ કરવામાં આવતા નથી અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે જ માંગ કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળા બંધ હોવાથી ત્યાં બેડની વ્યવસ્થા કરવામાં આવે. પણ અધીકારીઓ કે પદૃાધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી.