ઉનામાં પોલીસે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

ઉના, ઉનાના પી.આઇ. વી.એમ.ચોૈધરીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના હે.કોન્સ.પી.પી.બાંભણીયા, પો.કોન્સ.સંદિપસિંહ, ધમેેન્દ્રસિંહ, અનીલસિંહ, જયપાલસિંહ, કનુભાઇ તથા વુ.પો.કોન્સ વનીતાબેન સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે હે.કોન્સ.પી.પી.બાંભણીયાને મળેલ બાતમીના આધારે દેલવાડા નવાબંદર ચોકડી તા.ઉના પાસે ક્રુણાલપરી ધીરૂપરી ગોૈસ્વામી, વનરાજ ભીખા ઓડેદરા રહે.જુનાગઢ વાળાઓ દારૂની હેરાફેરી કરવા ઇનોવાકાર જીજે06 બીએલ 2034માં ઇંગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાંડનો 422 બોટલ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.6,06,560ના મુદ્ામાલ સાથે ઝડપી પાડ્યા હતા.