ઉનામાં ફાયરીંગ : શકમંદો ભરેલ ર્સ્કોપિયો પકડતી અમરેલી પોલીસ

અમરેલી,
ઉનામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે કોઇ કારણોસર સામ સામા ફાયરીંગ થતાં બંને પક્ષના 6 લોકોને ઇજાઓ સાથે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લામાં પણ આ જુથો વચ્ચે વધ્ાુ પરિસ્થિતી વણસે તે પહેલા જ ચાર લોકો ભરેલી એક જુથની ર્સ્કોપિયો કાર અમરેલી જિલ્લામાં આવી હોવાની જાણ અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયને થતાં તેમના માર્ગદર્શન હેઠળ અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખાંભા પોલીસ સાથે ખાંભા પાસેથી ગોળીબારમાં સંડોવાયેલા મધ્ાુવન ગૃપની મનાતી ર્સ્કોપિયો કાર સાથે ચારને રાઉન્ડ અપ કર્યા હતા અને ત્રણને અમરેલી સિવીલમાંથી રાઉન્ડ અપ કર્યા છે.
ઉનામાં કોંગ્રેસ અને ભાજપના રાજકીય જુથો વચ્ચે ફિલ્મી ઢબે અંધાધ્ાુંધ ફાયરીંગ થયાની અને ત્યાંથી ઘણા લોકો અમરેલી જિલ્લા તરફ આવી રહયા હોવાની જાણ થતાં એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જિલ્લામાં નાકાબંધી કરાવી હતી અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટા તથા ખાંભાના પીએસઆઇ શ્રી ડી.એ.તુવરની ટીમ દ્વારા વોચ ગોઠવાતા ખાંભા નજીકથી એક ર્સ્કોપિયો નં. જીજે 11 એએસ2362 માંથી ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા અને પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે ઉનાના સામ સામા ફાયરીંગની ઘટનામાં એક જુથ નામ મહેશ બાંભણીયાના મધ્ાુવન ગૃપની હોવાનું બહાર આવ્યું હતુ બીજી તરફ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આ ગૃપના ઇજા પામનાર ત્રણ શખ્સો ઉપર પણ પોલીસે વોચ ગોઠવી હતી અને જેમાંથી એકને રાજકોટ ખસેડાયેલ છે ઉનાની ઘટનામાં સંડોવાયેલા અને અમરેલી પોલીસ પાસે આવેલા લોકો એક જ છે કે બીજા છે તેની તપાસ કરી ઉના પોલીસને જો તેના ગુનામાં અમરેલી પોલીસે પકડેલા લોકો હશે તો સોંપવામાં આવશે.
બિનસતાવાર રીતે ચર્ચાતી વિગતો અનુસાર ઉનામાં પૂર્વ પાલિકા મહિલા સદસ્યનું અવસાન થતા પૂર્વ ધારાસભ્ય અને ઉના પાલિકાના પ્રમુખ કે.સી. રાઠોડ, અનકભાઇ ઠાકર, લોકેશભાઇ ખટર ખરખરાના કામે ગયેલ. ખરખરો કરીને પરત ફરતા હતા ત્યારે એમ.કે. પાર્ક ગીર ગઢડા રોડ ઉનામાં યશવંતભાઇ બાંભણીયા, મહેશભાઇ બાંભાણીયા, રવિ ઉર્ફે ગુડો બાંભણીયા વચ્ચે સામસામા ફાયરીંગ થતા બન્ને પક્ષના લોકોને ગોળીઓ લાગતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. જેમાં યશવંતભાઇ બાંભણીયા, મહેશભાઇ બાંભાણીયા, રવિ ઉર્ફે ગુડો બાંભણીયા અને અનંત રાવ હરી શંકર પાઠક મુકેશ રસિક ખટરને ગોળીયો લાગતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તે પેૈકી અનંત રાવ હરીશંકર તથા મહેશ ભગવાનભાઇ બાંભણીયા અને મુકેશ રસીકભાઇ ખટરને અમરેલીથી વધ્ાુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે જયારે યશંવતભાઇ અને રવિ બાંભણીયા અમરેલી સારવાર હેઠળ છે અમરેલી સિવિલ દ્વારા જાણ થતાં અમરેલી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી. અને ઉનામાં ગીર સોમનાથના એસપી શ્રી વસાવા દોડી આવ્યા છે તથા ઉનાથી પીએસઆઇ શ્રી રમેશભાઇ રાજ્યગુરૂ પણ ફાયરીંગના બનાવમાં ઘવાયેલાઓના જવાબ લેવા માટે અમરેલી આવ્યા હોવાનું જાણવા મળેલ છે.