ઉના ગીર ગઢડા પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડુતો ચિંતીત

  • અચાનક વરસાદ પડતા જુડ વડલી ગામે ચણાના પાકમાં પાણી ફરી વળ્યાં 

ઉના,
ઉના ગીર ગઢડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડતા ખેતી પાકોને નુકશાન થયુ છે કમોસમી વરસાદથી ખેડુતો ચિંતીત બન્યા છે.ઉનાના જુડ વડલી ગામે ચણાના પાકમાં વરસાદના પાણી ફરી વળતા ખેડુતો ચિંતીત બન્યા છે.આજ રોજ સવારથી જ વાદળ છાયું વાતાવરણ સાથે બપોરના સમયે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોએ પોતાની જમીનમાં વાવેલ કપાસ,ચના, જેવા રવિ પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.જુડ વડલી ગામે ખેડૂતે વાવેલો ચણાના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં ત્યારે આજ અચાનક વરસાદ પડવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો.