ઉપદ્રવીઓએ દેશની ધરોહર સમાન લાલ કિલ્લામાં વિનાશ વેર્યો

૨૬મી જાન્યુઆરીના દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ભડકી જેમાં લગભગ ૩૦૦ જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે અને ઉપદ્રવીઓ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ રેલી દરમિયાન કેટલાક ઉપદ્રવીઓ લાલ કિલ્લા પર ચડી ગયા હતા અને તેમણે ત્યાં પોતાનો ઝંડો પણ ફરકાવ્યો હતો, જ્યાં ૧૫ ઑગષ્ટ પર પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે. લગભગ ૫ હજારથી વધારેની સંખ્યામાં ઉપદ્રવીઓ મુકરબા ચોકથી થઇને બેરિકેડ તોડતા લાલ કિલ્લા પર જઈ પહોંચ્યા હતા. મંગળવારના થયેલી હિંસા બાદ કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ લાલ કિલ્લે પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ ત્યાં પહોંચીને ઐતિહાસિક ઇમારતમાં થયેલા નુકસાન વિશે જાણ્યું. કેન્દ્રીય મંત્રીના પ્રવાસના કારણે પર્યટકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી. બે બૉર્ડરથી આવેલા ઉપદ્રવીઓએ લાલ કિલ્લા પર ભારે હોબાળો કર્યો. તેમણે ટિકિટ કાઉન્ટર ઉપરાંત પ્રવેશ ગેટ પર પણ ઘણી જ તોડફોડ કરી. અહીં લાખો રૂપિયાની એક્સરે મશીનોને પણ નુકસાન પહોંચાડ્યું. ટ્રેક્ટર રેલીમાં પહોંચેલા પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લાની અંદર જોરદાર હોબાળો કર્યો. તે લોકોએ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. પ્રદર્શનકારીઓએ પોલીસ જિપ્સીઓને લાલ કિલ્લા પરિસરની અંદર તોડફોડ કરી.

ઉપદ્રવીઓએ ટિકિટ કાઉન્ટર અને પ્રવેશ ગેટ પર લાગેલા કાચને પણ નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ કાચના ટૂકડા અહી-તહીં વિખેરાયેલા જોવા મળ્યા હતા. સુરક્ષાદળોએ થોડું-ઘણું રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અસફળ રહૃાા. જો કે થોડીકવારમાં જ પોલીસ કર્મચારીઓએ આ ઝંડાને ત્યાંથી ઉતારી દૃીધા. આ દરમિયાન ત્યાં નીચે ઉભેલા ઉપદ્રવીઓ ઉશ્કેરણીજનક નારેબાજી કરવા લાગ્યા. ઉપદ્રવીઓએ અંદર ઘૂસીને લાલ કિલ્લાની ઉપર પહોંચીને તમામ જગ્યાએ કબજો કરી લીધો હતો. મોટી સંખ્યામાં ઉપદ્રવીઓ અહીં પહોંચ્યા હતા. ટ્રેક્ટર રેલીમાં પહોંચેલા ઉપદ્રવીઓએ ટિકિટ કાઉન્ટર પર તોડફોડ બાદ લાલ કિલ્લામાં અંદર પ્રવેશ કરવા માટે ગેટ પર તોડફોડ કરી.