ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી કાંઠાના ૩૦ ગામોને કરાયા એલર્ટ

હાલ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહૃાો છે. ત્યારે અમદાવાદીઓ માટે આજે એક મોટા અને માઠા સમાચાર સામે આવી રહૃાા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લાખો ક્યૂસેક પાણી અનેક મોટા ડેમ મારફતે અનેક નદીઓમાં છોડવામાં આવી રહૃાા છે. ત્યારે અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીમાં પૂરના એંધાણના પગલે તંત્રએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં સાબરમતી નદી કાંઠાના ૩૦ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

અમદાવાદના ૩૦ ગામોની વાત કરીએ તો તેમાં ધોળકાના ૧૫, દસ્ક્રોઈના ૧૦ અને બાવળાના ૫ ગામોનો સમાવેશ થાય છે, આ ૩૦ ગામના લોકોને સજાગ રહેવા અને નદીમાં ન જવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક મોટા ડેમમાં પાણી છોડાઈ રહૃાું છે, ત્યારે ધરોઈ ડેમમાં લાખો ક્યૂસેક પાણીની આવક થતાં અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે. હવે જાણવા મળી રહૃાું છે કે સંત સરોવર ભરાયા બાદ સાબરમતીમાં પાણી છોડવામાં આવશે.

હાલ સાબરમતી નદીનું જળસ્તર રૂલ લેવલે સ્થગિત છે પરંતુ આવનારા સમયમાં તે ભયજનક સપાટીએ વધી શકે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી વધવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવરમાં ઠલવાશે. ત્યારબાદ સંત સરોવર ડેમ ભરાઈ ગયા બાદ વધારાનું પાણી સાબરમતીમાં ઠલવાશે. હાલ સાબરમતી નદીનું જળસ્તર રુલ લેવલ પર સ્થગિત છે.