ઉમરગામના ઈન્ડિયાપાડા ખાતે ગૌશાળાના લાભાર્થે ગીતા રબારી – માયાભાઈ આહીરનો ડાયરો યોજાયો

વલસાડ જિલ્લાના ભીલાડના ઈન્ડિયાપાડા સ્થિત ત્રીનેત્રેશ્ર્વર મહાદૃેવ મંદિરના સંચાલક દ્વારા આગામી દિવસમાં દૃેશનું એકમાત્ર જ્યાં તમામ ૫૧ શક્તિપીઠના દૃર્શન કરી શકાય એ માટે ભવ્ય મંદિર નિર્માણનું આયોજન થઇ રહૃાું છે. ૫૧ શક્તિપીઠ મંદિરના નિર્માણ લાભાર્થે આગામી ૨૯મી ડિસેમ્બરના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન વાપી સ્થિત વીઆઇએ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. ભજનીક ગીતાબેન રબારી અને લોકગાયક માયાભાઇ આહિર ડાયરામાં રમઝટ બોલાવી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે આવેલા ત્રિનેત્રેશ્ર્વર મહાદૃેવ મંદિર ખાતે ૫૧ શક્તિપીઠના મંદિરના નવ નિર્માણ માટે મંદિરના આયોજકો દ્વારા વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારી અને માયાભાઈ આહીરે ડાયરાની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ડાયરામા ખાસ ઉપસ્થિત રહૃાા હતા. મધ્યમવર્ગ અને ગરીબ લોકો એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શન કરવા સામાન્ય ભકત માટે મુશ્કેલ ભર્યા છે. એ સંજોગમાં ભીલાડ સ્થિત ઇન્ડિયાપાડામાં આવેલા ત્રિનેત્રેશ્ર્વર મહાદૃેવ મંદિરના સંચાલક ગજુભાઇ મહારાજ તમામ ૫૧ શક્તિપીઠને એક જ સ્થળે સ્થાપિત કરવા જઇ રહૃાા છે. ભિલાડ અને વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો એક સાથે ૫૧ શક્તિપીઠ માતાજીના મંદિર એકજ જગ્યાએ કરી શકે તે માટે ૫૧ શક્તિપીઠના નિર્માણ લાભાર્થે વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં ભજનિક ગીતાબેન રબારી અને માયાભાઈ આહીરે લોક ડાયરાનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ ડાયરાનો લાભ લીધો હતો. પઠાન ફિલ્મ ઉપર ચાલી રહેલા વિવાદને લઈને ગીતાબેન રબારી અને જીવાભાઈ આહિરે ફિલ્મ જગત ઉપર અંકુશ લાવવો જરૂરી છે તેમ જણાવ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીકારોએ દૃેશમાં રહેતા તમામ લોકોની સંસ્કૃતિ અને મર્યાદૃા જાળવવી જોઈએ. કોઈની સંસ્કૃતિને ઠેસ પહોતે તે ઉદ્દેશ્યથી ફિલ્મો બનવી ન જોઈએ તેમ જણાવ્યું હતું. દૃક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આમંત્રણ વિના પહોંચેલી સતીમાતાએ તેમના પતિ શિવજીનું સ્થાન ન જોતા ક્રોધમાં આવીને પોતાનું શરીર યજ્ઞકુંડમાં હોમી દૃીધું હતું. શિવજીએ ક્રોધે ભરાઇને દક્ષનું મસ્તક કાપી નાંખ્યું હતું. સતીમાતાનું સળગતું શરીરને લઇને શિવજી ભ્રમણ કરતા રહૃાા આખરે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથીથી સતીમાતા દૃેહનો છેડ કર્યો હતો. સતીમાતા શરીરના અંગે પૃથ્વી ઉપર જે ભાગ ઉપર પડ્યા એ ૫૧ શક્તિપીઠ તરીકે પૂજાય રહૃાા છે.