અમરેલી,
શ્રી જલારામ ગૌ શાળા ભાભરના લાભાર્થે ઉમીયા ધામમાં દિવ્યશ્રી ગૌ કૃપા મહોત્સવ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં તા.27-11 થી તા.4 ડિસેમ્બર સુધી કથા યોજાતા સંતશ્રીના શ્રી મુખેથી કથા રસપાન ભાવિકોએ કર્યુ હતુ રાષ્ટ્ર ભક્તિના ઉપાસક સંત કે જેમણે 82 હજાર કિ.મી.ની પદ યાત્રા ખુલ્લા પગે કરી 18 હજારગામડા શહેરોમાં ગૌ સેવા,વૃક્ષારોપણ, જન સેવાની પ્રેરણા આપી છે તેમના મુખેથી કથા સાંભળવા જન મેદની ઉમટી હતી ગુજરાત હાઇકોર્ટ પાસેથી કથા સ્થળે જવા માટે પણ વ્યવસ્થા કરી હતી માતુશ્રી આસોદેવી રાજારામ ગુપ્તા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મદનલાલજી ગુપ્તા જીટીએમ પરિવારના મુખ્ય યજમાન પદે કથામાં ભાગવત વિદ્યાપીઠ કેમ્પસ એસજી હાઇવે અમદાવાદ ખાતે જન મેદની ઉમટી પડી હતી.