ઉમેજની રાવલ નદીમાં ફસાયેલું ખેડૂતનુ ટ્રેક્ટર JCB મદદથી બહાર કાઢાયું

ગીર સોમનાથના ઉમેજમાં આજે રાવલ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેતરે જતા એક ખેડૂતનું ટ્રેક્ટર ફસાયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો સ્થળ પર દોડી આવ્યાં હતા અને જીસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાની વિગત અનુસાર ગીર ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે રાવલ ડેમના ૩ દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. જેથી રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારે ખેતરે જઈ રહેલા એક ખેડૂતનુ ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયું હતું. જેથી સ્થાનિક લોકોનીએ જીસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.