ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયા અને શ્રી સુરેશ કોટડીયાએ મતદાન કર્યું

  • શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ : તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરાઇ

અમરેલી, 94-ધારી વિધાનસભા પેટાચૂંટણી 2020 અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયાએ ચલાલા પરા શાળા ખાતે અને ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાએ કુબડાની પ્રાથમિક શાળા ખાતે સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ધારી વિધાનસભા મતવિસ્તારમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં 1,13,351 પુરુષ મતદારો અને 1,04,238 સ્ત્રી મતદારો એમ કુલ મળી 2,17,595 મતદારોની સંખ્યા નોંધાયેલી છે.