ઉર્જાના સ્તોત્રમાં અછત થાય અને વિવાદ થાય

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

અગાઉ લખ્યા મુજબ કોલસાની કમીના કારણે ઘણી ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ પાક અને અફઘાનિસ્તાનમાં પણ અશાંતિનો માહોલ સર્જાયો છે જયારે ઘરઆંગણે પણ આપણે આતંકવાદ અને તેની આડપેદાશ જેવા ડ્રગ્સના વ્યસનથી પરેશાન થઇ રહ્યા છીએ.આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં હાલમાં પેટ્રોલિયમના ભાવ બાબત ચર્ચા છે જેના વિષે અને કોલસાની અછત વિષે હું અત્રે અગાઉ લખી ચુક્યો છું કે ઉર્જાના સ્તોત્રમાં અછત થાય અને વિવાદ માં આવે. હજુ પણ રશિયા લડી લેવાના મૂડમાં છે જે વિશ્વને ને એક અસંતુલન તરફ લઇ જાય છે. ગોચર ગ્રહોમાં સૂર્ય રાહુ સાથે ચાલી રહ્યા છે મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે સૂર્ય અને રાહુ સાથે હોય ત્યારે તે પસંદગીના લગ્ન કરવામાં વિઘ્ન આપે છે. વ્યક્તિ ધારવા છતાં પસંદગીના લગ્નમાં હેરાન થતો જોવા મળે છે. આ બધા વચ્ચે આજે શનિવાર ને અમાસ છે જેથી શનિ અમાવાસ્યા બની રહી છે વળી સૂર્ય ગ્રહણ પણ થઇ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી પરંતુ તેની દૂરગામી અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળશે. સાધકો માટે ગ્રહણ નો સમય અત્રે આપું છું જેથી શનિ અમાવાસ્યા અને ગ્રહણની સાધના કરી શકાય. ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 12.15 ગ્રહણ શરુ થશે જયારે રવિવારે વહેલી સવારે 4.07 મિનિટે ગ્રહણ પૂર્ણ થશે. માટે શનિવારની રાત્રી સાધના માટે ઉત્તમ ગણી શકાય.