ઊંઝા એપીએમસીના કોરોનાગ્રસ્ત વાઈસ ચેરમેન શિવમ રાવલનું નિધન

ઊંઝા,
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસે ઘણા લોકો નો ભોગ લીધો છે. ઉલ્લેખનીય છે કે વધુ એક દૃુખદ અહેવાલ ઉંઝાથી સામે આવ્યા છે. જેમાં ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાથી નિધન થયુ. છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા. અમદાવાદ ની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. તેઓ કોરોનાથી સંક્મિત હતા. નોંધપાત્ર છે કે તેમના માટે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દે વાઈ હતી.
પરંતુ મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે ૨ વાગ્યે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે શિવમ રાવલ સત્તાધારી પક્ષના કાર્યકરત હતા. તેઓ ઉંઝા એપીએમસીમાં વાઈસ ચેરમેન પદ પર હતા. ઉલ્લેખનીય છે કે તેઓ જીવલેણ વાયરસ સામેની લડાઈમાં હારી ગયા, અને કરૂણ નિધન થયું છે. નોંધપાત્ર છે કે તેમના નિધનના સમાચારથી સમર્થકો અને ઉંઝા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. ઊંઝાના એક પ્રખર રાજકારણી પણ હતા.