ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ: ૨૨ ડિસેમ્બરે ૧ વર્ષની ઊજવણી કરાશે

વિશ્વમાં જેની નોંધ લેવાઈ હતી તેવા ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ વાર્ષિક દિને મંદિર ટ્રસ્ટ દ્વારા તેની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ વાર્ષિક દિને ૨૨ મીએ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા એક દિવસની પ્રતિકાત્મક ઊજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે ઉંઝામાં નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ તેમજ મા ઉમાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવહે સાથે મંદિર રોશનીથી ઝગમગી ઉઠશે અને દિવડાઓ પ્રજ્વલિત કરાશે.

કોરોના મહામારી સંજોગોને લઇ સરકારની ગાઈડ લાઇન મુજબ લક્ષચંડી મહાયજ્ઞ પ્રથમ વાર્ષિક દિવસે એક દિવસિય પ્રતિકાત્મક દિવસે ૨૨ મીનો સંપૂર્ણ કાર્યક્રમ નિજ મંદિર પરિસરમાં જ રખાયો છે, મંદિરને ૧૮ થી ૨૨ તારીખ સુધી રંગોળી અને રોશનીથી શણગારવામાં આવશે.

૨૨મી તારીખે સવારે ૯ વાગે લક્ષચંડી મહાયજ્ઞ, ૫૧ શક્તિપીઠ સ્થળેથી ધ્વજાયાત્રા ઢોલ નગારા અને બેન્ડબાજા સાથે નીકળી ઉમિયા માતાજી મંદિર આવી ૫ પ્રદક્ષિણા કર્યા બાદ શિખરે આરોહણ કરાશે. માગશર સુદ ૮ આઠમ સંવત ૨૦૩૩ના અઢારમી શતાબ્દૃીની યાદગીરી રૂપે માતાજી ને ૫૬ ભોગ અન્નકૂટ ભરાય છે, જે ૧૧.૧૫ વાગે અન્નકૂટ ભરાશે. ભક્તો ૧૧.૩૦ કલાકે દર્શન કરી શકશે. નિજ મંદિર પરિસરમાં એક કુંડી નવચંડી યજ્ઞ, લક્ષચંડી મહાયજ્ઞને પ્રતીકાત્મક યજ્ઞનું પણ આયોજન છે, જે મંદિર સંસ્થાન ભૂદેવોના આચાર્ય પદે યોજાશે, જેમાં કેટલા યજમાન બેસશે એ નિર્ણય અનિર્ણનિત છે.

યજ્ઞની પૂર્ણાહુતી સાંજે ૪.૩૦ કલાકે થશે. રાત્રે મંદિર પરિસર માં ૧૧૦૧૧ દીવડાઓ પ્રજ્વલિત કરાશે. આ ધાર્મિક ઉત્સવને સોશિયલ મીડિયા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રચાર પ્રસાર કરાશે, માઇભક્તોએ દિવસે પોતાના ઘરે આસોપાલવના તોરણ બાંધે અને લાપસી જમે તેમજ ઘરે જ માતાજીના ફોટાની આરતી કરે તે માટે સૂચન કરવામાં આવ્યુ છે.