રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની વકી છે, અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ છે. જોકે ૨૫ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ઊના અને તેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયુ છે. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદના કારણે નાની મોટી નદીમાં વરસાદના પાણી વહેતા થયા. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે.