એઇમ્સ અમરેલી માટે આશિર્વાદ રૂપ બનશે : શ્રી રૂપાલા

  • અમરેલીનાં તબીબી જગતમાં એઇમ્સ એક નવો મુકામ બનાવા જઇ રહી છે : ઉદઘાટન સમારોહમાં મહાનુભાવોનો મત

અમરેલી,
અમરેલીના આંગણે નવી શરૂ થઈ રહેલી છૈસજ હોસ્પિટલ અમરેલી માટે આશીર્વાદ રૂપ બનશે, આવો મત આ હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં વ્યક્ત કરાયો. કૃષિ અને ખેડૂત કલ્યાણના રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સમયસર સારવાર અમરેલીના લોકોના જીવ બચાવશે. પોતાના જ વતનના એક દર્દીએ સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે જીવ ગુમાવ્યાનો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.. અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, છૈસજ હોસ્પિટલ શરૂ થવાના કારણે આવા દર્દીઓને બચાવી શકાશે.
આંતર રાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ આ ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.. તેમણે પણ ઘર આંગણે આટલી અત્યાધુનિક હોસ્પિટલ શરૂ થવાની વાતને વધાવી હતી. અને જણાવ્યું હતુ કે, લોકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે, આવી હોસ્પિટલ ન હોવાને લીધે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડતી હતી જેમાંથી હવે છુટકારો મળશે.
અમરેલીના તબિબી જગતમાં આ હોસ્પિટલ એક નવો મુકામ બનાવવા જઈ રહી છે ત્યારે જિલ્લાના જાણીતા તબિબ ડો. ભરત કાનાબારે પણ આ હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં બોલતા જણાવ્યુ કે, સારવાર અને સુવિધાની વચ્ચે રહેલો એક મોટો ગેપ છૈસજ હોસ્પિટલ પુરો કરશે. જિલ્લાના બિમાર લોકોના આંકડાઓ ટાંકીને તેમણે લોકોને વાસ્તવિકતાનો પરિચય આપ્યો હતો… અને હોસ્પિટલ સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા હતા.
હોસ્પિટલના ડાયરેક્ટર અને જાણીતા તબિબ ડો. કેયુર કોટડિયાએ પણ આ પ્રસંગે લોકોને ખાતરી આપતા જણાવ્યુ કે, એઈમ્સ પરિવાર એ સારવારમાં, સંભાળમાં અને સેવામાં નં 1 રહેશે…. સાથે જ તેમણે આ હોસ્પિટલ થકી અમરેલી જિલ્લાને મળનારી ભેટ, જેમ કે, હ્રદય રોગના દર્દીઓ માટે જિલ્લામાં પહેલી વાર કેથ લેબ અને ગુજરાતમાં પહેલીવાર અલ્ટ્રા વિવિડ મશીનની ખાસિયત લોકોને સમજાવી હતી. સૌરાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ અને 21 વર્ષના અનુભવની એવા સિનિયર ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. કાન્હા વિજય સિંગરુ સહિત ડો. રાજન કાકૈયા, ડો. બીના રાબડિયા, ડો. કેતન હોથી, ડો. હિમાની ત્રિવેદી અને ડો. કલ્પેશ પડસાળા સહિતની અનુભવી ટીમ લોકોની સેવામાં હોવાનું જણાવ્યું હતુ.
હોસ્પિલના ડાયરેક્ટર એ એમ ભમ્મરે કાર્યક્રમમાં પધારેલા શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, પૂજ્ય ધનસુખનાથ બાપુ, શ્રી માયાભાઈ આહિર, શ્રી દિલીપભાઈ સંઘાણી,શ્રી કૌશિકભાઈ વેકરિયા, ડો. ભરતભાઈ કાનાબાર,શ્રી વસંતભાઈ મોવલિયા શ્રી પરેશભાઈ આચાર્ય, શ્રી જગદીશભાઈ ધરજીયા, શ્રી ડો. બીપીનભાઈ પટોળીયા, શ્રી ભૂપતભાઈ પાંચાણી શ્રી જીતુભાઈ ડેર,શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ ,શ્રી ભીખુભાઇ ભમર, શ્રી ભીખુભાઇ ડેર,શ્રીકમલેશ ગરણીયા શ્રી પ્રવીણભાઈ વસરા શ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા તેમજ સર્વે મહેમાનો અને અમરેલીના નગરજનોનું સ્વાગત કર્યુ હતું. એ. એમ. ભમ્મરે પણ હોસ્પિટલ રાહત દરે દર્દીઓની સેવામાં કાર્યરત રહેશે તેવી ખાતરી આપી, અમરેલીને તંદુરસ્ત કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.