એએચપીના ડો. ગજેરાની તબીયત એકદમ સ્વસ્થ

  • ડો.ગજેરાએ ગણપતીની પુજા કરી સેવાકાર્યોનો આજથી પુન: પ્રારંભ કર્યો

અમરેલી,
લોકોની ટીકાથી તમારો માર્ગ કદી ન બદલતા. કારણ કે સફળતા શરમ થી નહીં, સાહસ અને તમારી પ્રમાણિકતા થી જ મળશે.. આવા ઉમદા વિચાર અને હીન્દુત્વ ના કામ માટે ભગવાન શ્રી રામ ને જેમણે પોતાના આરદય દેવ ગણ્યા છે .તેવા લોકસેવા માં જેમનું નામ દરેક ના જીભના ટેરવે રહેલું છે.તેવા સેવા ભાવી અને હિન્દૂ રાષ્ટ્રપ્રેમી,એવાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સોંરાષ્ટ્ર અદયક્ષ ડો. ગજેરા ની તબિયત એકદમ ભગવાન શ્રી રામ અને ગજાનન ગણપતિ મહારાજ ની કૃપા થી એકદમ સારી થઈ ગઈ અને સર્વ પ્રથમ પૂજા તમારી ….એવા ગજાનન મહારાજ ની આરતી અને આરાધના કરી ફરી વાર સેવા કાર્ય માં આજ થી શુભારંભ કર્યો છે. અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ આયોજિત “મહેક આઈસ્ક્રીમ” માં ગણેશજી ની સેવા પૂજા અને આરતી માં આજ રોજ આંતરરાષ્ટ્રીય સોંરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો. ગજેરા સાહેબ, જિલ્લા કાર્યકારી અદયક્ષ સુરેશભાઈ સોલંકી,જિલ્લા મંત્રી ડો. દેસાણી , મંત્રી જીલ્લુભાઈ વાળા, કેતનભાઈ ઉકાણી,મજબૂતસિંહ બસિયા,વિપુલભાઈ ગજેરા,વકીલ ચંદ્રેશ મહેતા,પંકજભાઈ રાજા, ઘના ભાઈ કાબરીયા ,જયેશભાઇ પરમાર,હાજાર રહી ને ગણેશોત્સવની ની પુર્ણાહુતી ની આરતી પૂજા કરેલ. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી યાદીમાં જણાવાયુ છે.