એએમટીએસ-બીઆરટીએસ બંધ કરાતા સાંસદ પરિમલ નાથવણીએ સવાલ ઉઠાવ્યા

 

અમદાવાદ,

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અચાનક જ જીવાદૃોરી ગણાતી એએમટીએસ-બીઆરટીએસ બસને અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એએમસીના આ નિર્ણય પર સાંસદ પરિમલ નથવાણીએ સવાલ ઉઠાવ્યા છે.

પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને કહૃાુ કે, એએમટીએસ-બીઆરટીએસ બસ ઘણા લોકો માટે ખાસ પરિવહનનો માર્ગ છે. ખાસ કરીને આજીવિકા મેળવતા લોકો અને અનેક વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. તમે બસોને બંધ કરીને રીક્ષાવાળાઓને લૂંટવાની તક આપી છે. પરિમલ નથવાણીએ સાથે જ ૫૦% બેઠક સાથે એએમટીએસ-બીઆરટીએસ બસને ચાલુ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સલાહ આપી છે.