એકતરફી તેજી : સોનાનો ભાવ પ્રથમ વખત ૫૦,૦૦૦ને પાર

ન્યુ દિૃલ્હી,
એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અમેરિકા-ચીન વચ્ચે વણસી રહેલા સંબંધોને કારણે સર્જાયેલ અનિશ્ર્ચિત્તાના માહોલ વચ્ચે લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહૃાાં છે. સોનાની ઘટવા છતા અન્ય એસેટ ક્લાસમાંથી રોકાણ સોનામાં આવતા એકતરફી ઉછાળો જ જોવા મળી રહૃાો છે.
લોકડાઉન બાદૃ હવે ફરી અનલોકને કારણે બજારમાં માંગ સુધરતા સોનાની ચાલ ઝડપી બની છે. આજે ફરી સોનામાં રેકોર્ડ હાઈ લેવલ જોવા મળ્યા છે. સ્ઝ્રઠ પર ઓગષ્ટ, ગોલ્ડ વાયદૃો ૪૮,૩૩૩ના નવા ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો છે.
જોકે હાજર બજારમાં સોનું ૫૦,૦૦૦ના રેકોર્ડ ભાવને પાર નીકળ્યું છે. અમદૃાવાદૃના હાજર બજારના ભાવ ૫૦,૨૫૦ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે ૨૪મી જુનના રોજ પહોંચ્યા છે.
સોનાની જોડે જ રોકાણનું અન્ય ઉત્તમ સાધન ગણાતા ચાંદૃીમાં પણ સામાન્ય તેજી છે પરંતુ, સોનાની જેમ બુલરન ચાંદૃીમાં આ દૃોરમાં નથી જોવા મળી રહૃાો. સ્ઝ્રઠ પર ચાંદૃી વાયદૃો ૧૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૪૮,૭૦૦ના સ્તરે ટ્રેડ કરી રહૃાું છે.
જોકે હાજર બજારમાં ચાંદૃી પણ ૫૦,૦૦૦ના ભાવને પાર છે. અમદૃાવાદૃમાં સિલ્વર ૫૦,૨૪૫ પર બોલાઈ રહી છે.
ગ્લોબલ બુલિયન માર્કેટના ભાવ પર નજર કરીએ તો ગોલ્ડ ૧૭૭૦ ડોલરની આસપાસ અને ચાંદૃી ૧૭.૯૧ ડોલર પ્રતિ આઉન્સની આસપાસ છે.