એકતા કપૂરની તીન દૃેવિયાં એટલે તબુ, કરીના અને ક્રિતિ

લાલસિંહ ચઢ્ઢાની નિષ્ફળતાની ખાસ અસર કરીના કપૂર ખાન પર થઈ નથી. તેની ઢગલાબંધ ફિલ્મો પાઈપલાઈન છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. રીસેન્ટલી તેણે સુજોય ઘોષની ફિલ્મ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સનું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે હંસલ મેહતાની ફિલ્મના શૂટિંગ માટે લંડન પહોંચી છે. આ ઉપરાંત રીયા કપૂર સાથે પણ કરીનાની એક ફિલ્મ આવી રહી છે. રીસેન્ટ રિપોર્ટ્સ મુજબ, એકતા કપૂર મહિલા કેન્દ્રિત ફિલ્મ બનાવી રહી છે. જેમાં કરીના કપૂર ખાનની સાથે તબુ અને ક્રિતિ સેનોન ફાઈનલ કહેવાય છે. એકતા કપૂરની આ કોમેડી ફિલ્મને લૂટકેસ ફેમ ડાયરેક્ટર રાજેશ ક્રિશ્ર્નન બનાવશે. કરીનાએ લાલિંસહ ચઢ્ઢાના પ્રમોશન દરમિયાન રીયા કપૂર સાથે ફિલ્મને કન્મફર્મેશન આપી હતી. આ સાથે તેણે જણાવ્યું હતું કે, રીયા સાથેની આ ફિલ્મ વીરે દી વેડિંગની સીક્વલ નથી. કરીના કપૂરે હંસલ મેહતાની ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, હવે તેને ફિલ્મોની સંખ્યા પણ યાદ નથી. આ ૬૭મી ફિલ્મ છે કે ૬૮? વીરે દી વેડિંગ પછી એકતા અને કરીનાનું બીજું વેન્ચર છે. એકતાએ પણ કરીના સાથે રીયુનિયનની વાત સ્વીકારી હતી. વધુમાં એકતાએ કહૃાું હતું કે, શ્રેષ્ઠ ફિલ્મમેકર પૈકીના એક હંસલ મેહતા સાથે હોવાથી આ સ્ટોરી વધુ એક્સાઈટિંગ બનશે.