એકતા કપૂરે મિત્ર તનવીર સાથે ફોટો શેર કરતા અનેક તર્ક-વિતર્ક

ટેલિવિઝન પ્રોડ્યુસર અને ફિલ્મમેકર એકતા કપૂરે એક ’મિસ્ટ્રી મેન’ સાથે તસવીર શેર કરીને હિન્ટ આપી છે કે તે કંઈક મોટા ન્યૂઝ આપવાની છે. એકતાની આ તસવીર પોસ્ટ કરતાં જ તેના ફ્રેન્ડ્સ અને ફેન્સના ઉત્સાહનો પાર નહોતો.
એકતા કપૂરે તન્વીર બુકવાલા સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું, “અને અમે અહીં છીએ! જલદી જ કહીશું!” એકતાની પોસ્ટને થોડી ફંફોસતા તન્વીર બુકવાલાની કોમેન્ટ જોવા મળી. તેણે લખ્યું, “આ મિત્રતાને સંબંધમાં ફેરવવાનો સમય આવી ગયો છે.” તો શું આનો અર્થ એવો સમજવો જોઈએ કે એકતા અને તન્વીર એકબીજાના પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે?
તન્વીર એક એન્ટરટેઈનમેન્ટ કંપનીનો ફાઉન્ડર અને ક્રિએટિવ ડાયરેક્ટર છે. તે અગાઉ એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં કામ કરી ચૂક્યો છે. તન્વીરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એકતા કપૂર સાથેની ઘણી તસવીરો જોઈ શકાય છે. કહેવાય છે કે, તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. એકતા સાથેની એક તસવીર શેર કરતાં તન્વીરે લખ્યું હતું, “ઉત્સાહ અને સ્થિરતા. પૂરતું કહી દીધું.
મે મહિનામાં તન્વીરે એકતા કપૂર સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું, “મોટાભાગના લોકોએ વર્ષો સુધી વિચાયું કે અમારો સંબંધ આજે છે અને કાલે નથી. જો કે, હવે તેઓ પોતાના આ અભિપ્રાયોને કાપી શકે છે. આવા ઘણા રોમાંચક અનુભવો કરતાં રહીશું…