એકબીજાને ડેટ કરી રહૃાા હતા સુશાંત અને ક્રિતિ: ફ્રેન્ડ લીઝા મલિક

મુંબઈ,
સુશાંત સાથે પ્રોફેશનલ સંબંધ ધરાવતી એક્ટ્રેસ લીઝા મલિકનો દાવો છે કે, તે ક્રિતિને ડેટ કરી રહૃાો હતો. તેણે કહૃાું કે, બંનેએ ભલે આ વાતને ન સ્વીકારી હોય પરંતુ અમે બધા સત્ય શું છે તે જાણતા હતા. એક્ટ્રેસ લીઝા મલિકનો દાવો છે કે એક્ટર સુશાંતસિંહ રાજપૂત અને એક્ટ્રેસ ક્રિતિ સેનન ભલે ના પાડતા હતા પરંતુ તેઓ એકબીજાને ડેટ કરતાં હતા અને તેઓ સાથે ખુશ પણ હતા. લીઝાને સુશાંત સાથે પ્રોફેશનલ સંબંધો હતા અને તેનું કહેવું છે કેસ બર્થ ડે પાર્ટીમાં તેણે ક્રિતિ સાથેના સંબંધોને લઈને તેને ખૂબ ખુશ જોયો હતો. ’હું સુશાંતને આશરે અઢી વર્ષ પહેલા મળી હતી, જ્યારે તે ક્રિતિ સાથે હતો.
હું બાંદ્રા ક્લબમાં ક્રિતિ સેનના બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન તેને મળી હતી. તે હંમેશાથી જ એક ચાર્મિગ વ્યક્તિ હતો, જે કોઈ પણ પાર્ટીમાં જઈને લોકોના ચહેરા પર સ્માઈલ લઈ આવતો હતો. અમારા ઘણા કોમન ફ્રેન્ડ્સ હતા, જેમ કે મહેશ શેટ્ટી’, તેમ લીઝાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. ’તે ફન લિંવગ વ્યક્તિ હતો, તેનું સેન્સ ઓફ હૃાુમર સારુ હતું. તે હંમેશા જોક કહીને એનર્જી લેવલને અપ રાખતો હતો’, તેમ તેણે ઉમેર્યું હતું. સુશાંત અને ક્રિતિ કપલ હોવાનું તેને કેમ લાગ્યું, તેમ પૂછતાં લીઝાએ કહૃાું કે,
જ્યારે કોઈ પબ્લિક ગેધિંરગ અથવા બર્થ ડે પાર્ટી હોય ત્યારે હોસ્ટ હંમેશા વ્યસ્ત રહે છે. તેથી ક્રિતિ પાર્ટીમાં મહેમાનોને અટેન્ડ કરી રહી હતી. મેં જોયું કે, સુશાંત એકદૃમ ખુશ છે, ડાન્સ કરી રહૃાો છે અને ડ્રિંક લાવી રહૃાો છે તેમજ બધા સાથે વાતચીત કરી રહૃાો છે. તે ખૂબ ખુશ હતો અને સારો હોસ્ટ બનવાનો પ્રયાસ કરી રહૃાો હતો. ભલે તમે દૃુનિયાને બૂમો પાડીને ન જણાવો કે અમે ડેિંટગ કરી રહૃાા છે, પરંતુ સ્પાર્કથી સમજાઈ જાય છે.