- પાળો તોડી દબાણ ખુલ્લું કરવા બંને જુથો સહમત થતા આખરે ઉકેલ આવ્યો
અમરેલી,
લીલીયા તાલુકાના એકલારા અને લાઠી તાલુકાના પાડરસીંગા ગામ વચ્ચે આવેલ પાળા માટે બન્ને ગામો વચ્ચે 20 વર્ષ થી વિવાદ ચાલી રહ્યો હતો તેમાં પાડરસીંગા ગામના પાણી પાડરસીંગા જતું હતું અને એકલારા ગામનું પાણી એકલારા માં જતું હતું ત્યારે પાડરસીંગા ખેતરના પાળો બાંધવાથી અને રસ્તા નું પુરાણ કરવાથી પાણીનો જે ભરવો થતો હતો તે એકલારા ગામના ખેડૂતો ને નુકશાન કરતા હતો, આ પ્રશ્ન નાં વિવાદ ચાલી રહેલ હતો તેમાં સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી દ્વારા આ અંગે આજ રોજ લાઠી મામલતદાર શ્રી, તેમજ લીલીયા મામલતદાર શ્રી, તેમજ પ્રાંત અધિકારી સાથે આ પ્રશ્ન અંગે માહિતી મેળવી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા નાં અંતે ધારાસભ્ય શ્રી દ્વારા બન્ને પક્ષોને સમજાવી ને જ્યાં સુધી હાલ પાણી ભરાયેલ છે તે પાણી ખાલી નાં થાય ત્યાં સુધી આ પાળા તેમ રહેવા દેવા અને પાણી ખાલી થાય ત્યારે આ પાળો તોડી અને જે કઈ દબાણ કરેલ હોય તે ખુલ્લું કરવું આમ બન્ને પક્ષે ધારાસભ્ય શ્રી ની વાત ને માની ને સમાધાન કરેલ છે, અધિકારી અને એકલારા ના પૂર્વ સરપંચ શ્રી, વિપુલભાઈ ગજ્જર, બીપીનભાઈ ગૌધાણી , જયેશભાઈ રાજયગુરુ હાજર રહેલ હતા,આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયા તાલુકાના એકલારા અને લાઠી તાલુકા નાં પાડરસીંગા ગામ વચ્ચે છેલ્લા 20 વર્ષ થી પાળા અને વિવાદ નો સુખદ અંત લાવેલ છે.