એકવાર ફરી કાલીન ભૈયાના રોલમાં પંકજ ત્રિપાઠી દૃેખાશે

પંકજ ત્રિપાઠીએ હાલમાં જ ફિલ્મ ’ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં કૂલ ડેડીનો રોલ નિભાવ્યો હતો. હવે તે વેબ સિરીઝ ’મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં ફરીવાર કાલીન ભૈયાના રોલમાં દૃેખાશે. આ સિરીઝમાં તે એક ખતરનાક માફિયાના રોલમાં છે. ત્રિપાઠીએ જણાવ્યું કે, ’જ્યારે હું નાનો હતો ત્યારે તો એક વિલનના વિચાર સીમિત હતા. આ સ્વાભાવિક વાત છે કે ફિલ્મની સ્ટોરી પર નિર્ભર કરે છે કઈ રીતે કહેવામાં આવે પરંતુ ત્યારે વિલનનો રોલ એકદમ મહત્ત્વનો માનવામાં આવતો હતો.
મિર્ઝાપુર, ગુડગાંવ અને સેક્રેડ ગેમ્સ સાથે વધારે ઊંડાણ પૂર્વક ડાર્ક સાઇડને એક્સપ્લોર કરવામાં સક્ષમ થયો છું. હું નેગેટિવ રોલને વિચારીને પસંદ કરું છું. તેમાંથી કોઈપણ સમાન હોવા જોઈએ નહીં અને દરેક રોલ બીજાથી અલગ હોવો જોઈએ. તેમાંથી દરેકની પ્રેરણા એકબીજાથી અલગ હોય છે. તેમણે આગળ જણાવ્યું કે, ’કાલીન ભૈયા પોતાના પાવરના નશામાં લિન છે. જે તે કમાન્ડ કરે છે માટે તે તેના આત્મ મૂલ્યની રક્ષા કરવા માટે કામ કરે છે. મને ખુશી છે કે લેખક અદભુત નેગેટિવ રોલ લખી રહૃાા છે,
જે એક હાસ્ય પાત્રથી વધારે કામ કરતા દૃેખાઈ રહૃાા છે. ’સ્ટ્રોંગ બેકસ્ટોરીવાળી સ્ટોરી, કરેક્ટ ગ્રાફ જે દર્શાવે છે કે માણસ આ પ્રકારનો કેમ છે. કાલીન સીધી રીતે જોઈએ તો વિલન નથી દૃેખાતો. કારણકે સામાન્ય લોકોના ઘણા પહેલુંઓથી પરિચિત છે. આ ટ્રેડિશનલ વિલનનો રોલ નથી, પરંતુ મને ખુશી છે કે આ રોલ મોગેમ્બો, શાકાલ અને ગબ્બર જેવા રોલનું ૨.૦ વર્ઝન છે.