એક્ટર કાર્તિક આર્યન પોતાની આવનારી ફિલ્મ ધમાકાને લઈને ચર્ચામાં

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ધમકા લઈને ચર્ચામાં છે. કેટલાક દિવસો પહેલા જ તેમણે આ ફિલ્મનું શૂટિંગ પુરૂ કર્યું હતુ. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પણ કહેવામાં આવ્યું છે કે એક્ટરે આ ફિલ્મનું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં પુરૂ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. હવે ધમાકાને લઈને નવા વાત સામે આવી છે. સામે આવેલી વીગતો અનુસાર ઓટીટી પ્લેટફોર્મ નેટલિક્સની સાથે મળીને ફિલ્મની ડીલ કરી છે.

સુત્રોનું માનિએ તો કાર્તિકની ફિલ્મને પોડ્યુસર્સને નેટલિક્સને લગભગ ૮૫ કરોડમાં વેચી છે. ધમાકા કાર્તિકની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાની એક છે. એવામાં મેકર્સ તેને જલદીથી જલદી રિલીઝ કરવાનું વિચારી રહૃાા છે. જણાવવામાં આવી રહૃાું છે કે આ ફિલ્મ જૂનમાં રિલિઝ કરવામાં આવી શકે છે. આવનારા કેટલાક દિવસોમાં પ્રોડક્શન હાઉસ અને ઓટીટી પ્લેટફોર્મની વચ્ચે ફાઈનલ પેપરવર્ક થવાની આશા છે.

ધમાકામાં કાર્તિક આર્યન સાથે સુપર-૩૦ ફેમ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે. રામ માધવાનીએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. કેટલાક દિવસો પહેલા પોતાના જન્મ દિવસના અવસરે કાર્તિકે આ ફિલ્મનું પહેલુ પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિકની પાસે આ સમયે ઘણા સારા ઈન્ટરેસ્ટિંગ પ્રોજોક્ટ છે. ધમાકા ઉપરાંત તે દૃોસ્તાના-૨ અને ભૂલ ભૂલૈયા-૨ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોઈ રહૃાા છે.