એક્ટર મોહસિન ખાન બન્યો મામા, બહેને આપ્યો દીકરાને જન્મ

’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ’કાર્તિક’ એટલે કે મોહસિન ખાન હાલ સાતમા આસમાને છે. કારણ કે તે મામા બન્યો છે. વર્ષ ૨૦૧૯માં કોલકાતાના સર્જન સાથે પરણેલી એક્ટરની બહેન ઝેબાએ દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી મોહસિન ખાને તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી.
બેબી શાવર દરમિયાનની તસવીરો શેર કરીને મોહસિન ખાને લખ્યું, ’ઝેબા અને તાહાને ત્યાં દીકરો આવ્યો’. આ સિવાય તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની પણ તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું, ’હવે હું મામા છું’.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મોહસિન ખાનની બહેન ઝેબાનું બેબી શાવર યોજાયું હતું. આ દરમિયાન તે શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં થોડો સમય કાઢીને લાઈટ પકડી બેબી શાવરમાં પહોંચ્યો હતો. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું, ’અને આ ક્ષણથી અમારું જીવન હંમેશા માટે બદલાઈ જવાનું છે ઈંશાઅલ્લાહ. તે છોકરો હોય કે છોકરી. અમારી બધી પ્રાર્થના અમારા આશીર્વાદ ઝેબા જુનિયર માટે છે’. મોહસિન મામા બનતા તેના ઘણા ફેન્સે તેને અભિનંદ પાઠવ્યા છે.
ઝેદૃાએ પોતાના બેબી શાવરમાં વ્હાઈટ ગાઉન પહેર્યું હતું જ્યારે તેનો પતિ મેિંચગ બ્લેઝર અને પેન્ટમાં જોવા મળ્યો હતો. તો મોહસિને વ્હાઈટ શર્ટ, બ્લૂ ડેનિમ અને ઓલિવ ગ્રીન જેકેટ પહેર્યું હતું.
મોહસિન ખાનની વાત કરીએ તો, તેની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. એક્ટરને ફેન્સ એટલો પ્રેમ કરે છે કે તેના બર્થ ડે પર કે પછી ઈદ પર તેના માટે ગિટ્સ અને કેક મોકલાવતા રહે છે. મોહસિને આ મહિને જ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. આ વાતની જેવી જાણ થઈ કે ફેન્સે તેને ઢગલો ગિટ્સ અને મીઠાઈ મોકલી. જેમા પર એક્ટરની તસવીર પણ હતી. ફેન્સે મોકલેલી ગિટ્સની ઝલક એક્ટરે સોશિયલ મીડિયા પર દેખાડી હતી અને આભાર પણ માન્યો હતો.