એક્ટર વરુણ ધવને પોતાની અક્કલ દાઢ કઢાવી નાંખી..!!

એક્ટર વરુણ ધવને જણાવ્યું કે, તેણે પોતાની અક્કલ દાઢ કઢાવી દીધી છે, અને આ નાનકડી સર્જરીને કારણે તેમને બહુ જ દર્દૃ થઈ રહૃાું છે. વરુણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે સર્જરી બાદ તેમના હોઠ અને મોઢા પર સૂજન આવી ગઈ છે. વીડિયોમાં તેઓએ પોતાના દાંત પણ બતાવ્યા છે. વરુણે કહૃાું કે, હાલ જ મેં મારી અક્કલ દાઢ કાઢી છે. બસ આટલુ જ કહીશ કે મારી જીંદગીના સૌથી બહેતરીન અનુભવમાંથી આ એક છે.
અભિનેતા હર્ષવર્ધન કપૂરે તેના પર પોતાની પ્રતિક્રીયા આપતા લખ્યું કે, આ દાંતને મારી પાસે રાખી દો. હું તેને ઈબે પર વેચી દઈશ અને તેનાથી મારા કેટલાક શૂઝ ખરીદી લઈશ. આપણે તેના પર એક નાનકડી આર્ટ ફિલ્મ બનાવીશું.
વરુણ ધવનની આ પોસ્ટ પર ફેન્સ દ્વારા મજેદાર કોમેન્ટ્સ કરવામાં આવી. લોકોએ તેને આરામ કરવાની અને વધુ આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપી. એક ચાહકે લખ્યું કે, તમે તમારું ધ્યાન રાખો. ચહેરા પર આઈસ પેક લગાવતા રહો. તેનાથી મદદ મળશે.