એક્ટર વરુણ ધવન ફિલ્મ ’ભેડિયા’નું શૂટિંગ દરમિયાન શર્ટલેસ વીડિયો કર્યો શેર

બોલિવૂડ એક્ટર વરુણ ધવન તેની કો-સ્ટાર ક્રિતી સેનન સાથે ફિલ્મ ’ભેડિયા’નું શૂટિંગ કરી રહૃાા છે. ફિલ્મના શુટિંગ માટે બંને સ્ટાર કાસ્ટ અરુણાચલ પ્રદેશમાં છે. આ દરમિયાન વરુણ ધવને પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ અરુણાચલ પ્રદેશની શેરીઓમાં દોડતો નજરે પડે છે. અભિનેતાનો શર્ટલેસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહૃાો છે.

આ વીડિયોને અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવને ટી-શર્ટ નથી પહેર્યું અને તે ઝડપથી દોડતો જોવા મળી રહૃાો છે. તમને જણાવી દઈએ કે ‘સ્ત્રી અને ‘રૂહી પણ મેડડોક ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે અને બંને હોરર-કોમેડી ફિલ્મ્સ હતી, તેથી જ એવું અનુમાન કરવામાં આવી રહૃાું છે કે આ ફિલ્મમાં પણ હોરર સાથે કોમેડીની મજા હશે.

તાજેતરમાં ‘ભેડિયાના સેટનો એક વીડિયો વાયરલ થયો છે. સેટ પર એટલી બધી ભીડ હતી કે વરુણને તેની કારની ઉપર ચઢીને ફેન્સને વિનંતી કરવી પડી. વાયરલ વીડિયોમાં વરૂણ ધવન બેકાબૂ ભીડને શાંત કરતા જોવા મળ્યા હતા. અભિનેતા પુરી કોશિશ કરી રહૃાા હતા કે લોકો તેમની વાત સાંભળે. વરુણ કારની ઉપર ઉભા રહીને પ્રશંસકોને વિનંતી કરી રહૃાો હતા કે હજુ ફિલ્મનું શૂટિંગ બાકી છે અને તે અહીં થોડા વધુ દિવસો માટે છે. તેથી હમણા ભીડ ન લગાવો અને શૂટને પૂર્ણ થવા દો.ચાહકો મોબાઈલ ટોર્ચ ચાલુ કરીને અવાજ કરી રહૃાા હતા.

‘ભેડિયા ફિલ્મમાં પહેલીવાર અભિનેતા વરુણ ધવન વેરવોલ્ફની ભૂમિકા નિભાવી રહૃાા છે. થોડા દિવસો પહેલા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ ‘ભેડિયા ની રિલીઝ તારીખની ઘોષણા કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે ૧૪ એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે ‘ભેડિયાનું ટીઝર પણ રીલિઝ થયું હતું, જે જોવામાં ખૂબ જ ખતરનાક લાગી રહૃાું હતું.