એક્ટ્રેસ અનુષ્કા શર્માએ દીકરી બે મહિનાની થતાં ફરી શરૂ કર્યું શૂટિંગ

એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. દીકરી બે મહિનાની થતાં અનુષ્કા શર્મા ફરી કામ પર પરત ફરી છે. આમ તો અનુષ્કા શર્મા મે મહિનાથી કામ ફરી શરૂ કરવાની હતી. પરંતુ નિર્ધારિત શિડ્યુલ કરતાં વહેલા જ એક્ટ્રેસે કામ શરૂ કરી દીધું છે. બુધવારે એક્ટ્રેસ શૂટિંગ માટે એક સ્ટુડિયોમાં પહોંચી હતી.

વામિકાના જન્મ બાદ અનુષ્કા ફરી કામે વળગી છે. બુધવારે એક્ટ્રેસે એક બ્રાન્ડની એડના શૂટિંગ સાથે કામ શરૂ કર્યું છે. બ્લૂ જિન્સ અને વ્હાઈટ ટોપમાં અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર લાગતી હતી. ઉપરાંત દીકરીને જન્મ આપ્યા છે પછી તે એકદમ ફિટ પણ દેખાતી હતી. સેટ પરથી સામે આવેલી ’ન્યૂ મોમી’ અનુષ્કાની તસવીરો વાયરલ થઈ રહી છે.

સેટ પર હાજર સૂત્રોએ જણાવ્યું, “ચોક્કસપણે અનુષ્કા પોતાના યોગ્ય આકારમાં છે. અનુષ્કા મા તરીકે પણ બધી જ જવાબદારી પૂરી કરી રહી છે. તેણે સુનિશ્ર્ચિત કર્યું છે કે તે પોતાની વર્ક લાઈફ અને પર્સનસ લાઈફ સંતુલિત કરી શકવા તૈયાર છે. ઈન્ડસ્ટ્રીમાં અનુષ્કા સમયપાલન માટે જાણીતી છે. અનુષ્કા કોલ ટાઈમ પહેલા જ સેટ પર પહોંચી ગઈ હતી અને અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી.”

આગામી થોડા દિવસ સુધી અનુષ્કા શર્મા કોમર્શિયલ (એડ) માટે બેક ટુ બેક શૂટિંગ કરશે. તેનું લક્ષ્ય છે કે, આ દિવસો દરમિયાન તે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે પર્ફેક્ટ બેલેન્સ કેળવી લે સાથે જ પોતાની દીકરીનું પણ ધ્યાન રાખે.