એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ગરીબ બાળકોને વહેંચ્યાં ફૂડ પેકેટ, વિડીયો વાયરલ

તાજેતરમાં જ નવરાત્રીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવ્યો. આ દરમિયાન લોકો પોતાના ઘરેમાં શક્તિની પૂજા-અર્ચના કરી અને કન્યાઓને ભોજન કરાવ્યુ. કેટલાય રાજનેતા અને સેલેબ્સે પણ કન્યા પૂજન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ સામેલ હતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ પ્રસંગે મંદિરની બહાર નાના નાના ગરીબ બાળકોને ફૂડ પેકેટ વહેંચીને કન્યા પૂજનની પરંપરા નિભાવી.

આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહૃાો છે, ફેન્સ ઉર્વશીના આ કામને ખુબ પ્રસંશા કરી રહૃાાં છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો કામને બિરદાવી રહૃાાં છે. વીડિયોમાં અભિનેત્રી ઉર્વશી મંદિરની બહાર ગરીબ બાળકોને પ્રેમથી ભોજનના પેકેટ વહેંચી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ ઉર્વશીની ઇન્ટરનેશનલ ફિલ્મ એસલેડોસ રિલીઝ થઇ છે. આ તેનો પહેલો ઇન્ટરનેશનલ પ્રૉજેક્ટ છે. આ ઉપરાંત તેને હાલમાં સાઉથની એક મૂવીની શૂટિંગ પણ પુરુ કર્યુ છે. આ મૂવીનુ નામ છે બ્લેક રોઝ.