એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી

સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. તેની પોલીસ રિમાન્ડ ખતમ થયા બાદ સોમવારે કોર્ટે આ આદૃેશ આપ્યો. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચની ચાર્જ શીટમાં રાગિણીનું નામ મુખ્ય ડ્રગ પેડલરમાં સામેલ છે. રાગિણી સિવાય એક્ટ્રેસ સંજના ગલરાનીને પણ આ કેસમાં અરેસ્ટ કરવામાં આવી હતી. બધા આરોપી પ્રપન્ના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં છે. આ સિવાય પાર્ટી ઓર્ગેનાઈઝર વીરેન ખન્ના અને બીકે રવિશંકરને પણ બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દૃેવાયા છે. બીકે રવિશંકર આ કેસમાં અરેસ્ટ થનારા પહેલા આરોપી હતા. તે આરટીઓમાં કામ કરતા હતા.
સીસીબીએ અત્યારસુધી ૧૪ લોકોને અરેસ્ટ કર્યા છે. રાગિણી અને સંજના સિવાય કર્ણાટકના પૂર્વ મંત્રીના દીકરા આદિત્ય અલ્વા, એક્ટર નિયાઝ અને આદિત્યના સંબંધી રાહુલને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે. રાગિણી દ્વિવેદીએ તેના યુરિનમાં પાણી મિક્સ કરીને ડ્રગ્સ ટેસ્ટમાં છેડછાડ કરવાની ટ્રાય કરી હતી. જોકે, ડોક્ટર્સે સેમ્પલમાં પાણીની ઓળખ કરી લીધી અને ત્યારબાદ એક્ટ્રેસને પાણી પીવડાવીને ફરી સેમ્પલ લેવામાં આવ્યું. તે પહેલાં સંજના ગલરાનીએ શુક્રવારે ડોપ ટેસ્ટ દરમ્યાન ખૂબ હંગામો કર્યો હતો.
સંજનાએ કહૃાું હતું કે, મારે આ કેસ સાથે કોઈ લેવાદૃેવા નથી મને બકરો બનાવવામાં આવી રહી છે. સીસીબી ટીમે રાગિણીના ઘરે રેડ પાડીને તેને કસ્ટડીમાં લીધી હતી. પૂછપરછ દરમ્યાન તે જ દિવસે સાંજે તેને અરેસ્ટ કરી લેવામાં આવી. ત્યારથી તે સતત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ૨૧ ઓગસ્ટે સેન્ડલવૂડ એટલે કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કનેક્શન સૌથી પહેલા સામે આવ્યું હતું.