એક્ટ્રેસ લિસા હેડન ત્રીજી વખત બનશે મા, શેર કરી પોસ્ટ

લિસા હેડને શેર કરેલા વીડિયોમાં તેમનો દીકરો જૈક જોવા મળે છે. જૈક અચાનક ફ્રેમમાં આવી જાય છે અને તેમની મમ્મીને (લિસા)ને એક સવાલ કરે છે. લિસાએ તેમની ત્રીજી પ્રેગ્નન્સી વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
એક્ટ્રેસ લિસા હેડન ત્રીજી વખત મા બનવા જઇ રહી છે. લિસાએ ખૂબ જ રોચક અંદાજમાં આ વાત તેમના ફેન્સને જણાવી છે. લિસાએ શેર કરેલા વીડિયોમાં તેમનો નાનકડો દીકરો જૈક પણ જોવા મળે છે. જૈક અચાનક ફ્રેમમાં આવી જાય છે અને ક્યૂટ અંદાજમાં પૂછે છે કે, શું મમ્મી તારા પેટમાં નાની બહેન છે?
લિસા ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સેને પ્રેગ્ન્નસીના ન્યુઝ આપવાની હતી. જો કે આ દરમિયાન અચાનક તેમનો દીકરો જૈક આવી ગયો. જૈક કહે છે કે, શું તું બધાને જણાવીશ કે, પેટમાં શું છે. ત્યારબાદ જૈકે ખૂબ જ ક્યૂટ અંદાજમાં જણાવ્યું કે, ‘એક બેબી સિસ્ટર
લિસા ત્રીજી વખત મા બનવા જઇ રહી છે ત્યારે શિવાની દૃાંડેકર સહિત કેટલાક સેલિબ્રિટીએ શુભકામના પાઠવી છે. લિસાને હાલ ૨ દીકરા છે. જૈક અને લિયો, લિસાએ બિઝનેસ મેન ડિનો લાલવાની સાથે ફુટેક થાઇલેન્ડમાં લગ્ન કર્યા હતા. ડિનો લાલવાની પાકિસ્તાની મૂળના બ્રિટિશ બિઝનેસમેન છે.