એક્ટ્રેસ સની લિયોનીએ બેડ ઉપર ફોટોશૂટ કરાવ્યું

  • સનીએ ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી
  • સનીએ એકાઉન્ટ પર એક બોલ્ડ બિકની ફોટો શેર કર્યો તસવીરમાં તે સ્ટ્રાઇપ્ડ બિકિની પહેરીને બેડ પર સુતી છે

પોતાની બોલ્ડ તસવીરોના કારણે પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી સની લિયોની કોઇને કોઇ કારણ સાથે સમાચારામાં રહેવાનું કારણ શોધી લે છે. હાલ તે પોતાના ઘરમાં પરિવાર સાથે ક્વોલિટી સમય વ્યતિત કરી રહી છે. પણ તેમ છતાં સની પોતાની બોલ્ડ અદાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને ખુશ કરતી રહે છે. હાલ સનીએ એક બિકની ફોટો શેર કર્યો છે જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ બિકની ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તે સ્ટ્રાઇપ્ડ બિકિની પહેરીને બેડ પર સુઇ રહી છે. અને ફોટોશૂટ કરાવી રહી છે. સની લિયોનીના આ બોલ્ડ અવતારને જોઇને ફેન્સ તેના દિવાના થઇ રહૃાા છે. સનીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે આ રીતે તેના વીકેન્ડ પસાર થઇ રહૃાા છે. સનીએ પોતાની બિકિની ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે સંડે બપોરનો સમય વ્યતિત કરી રહી છું અને કંઇ પણ નથી કરી રહી. કોરોના ટાઇમથી જ સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને તે દરરોજ પોતાનો કોઇ વીડિયો કે ફોટો ચોક્કસથી શેર કરતી રહે છે. વળી તે પોતાના હોટ ફોટો સાથે ફેમલી ફોટો પણ શેર કરતી રહે છે. જો કે સનીની આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. હાલમાં તે પોતાની પુત્રી અને મિત્ર સાથે સ્વિંમિગપુલમાં પડતી અને મસ્તી કરતી હોય તેવો વીડિયો પણ શેર કર્યો હતો. જે પણ વાયરલ થયો હતો.