એક્ટ્રેસ સુરેખા સીકરીને બે વર્ષમાં બીજીવાર બેન સ્ટ્રોકના હુમલો

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ સુરેખા સીકરીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ આઇસીયુમાં છે. સુરેખાની તબિયત અંગેની માહિતી વિવેક સિધવાણીએ આપી હતી. હાલમાં તેમની તબિયત સારી છે. ડૉક્ટર્સ સતત દૃેખરેખ રાખી રહૃાા છે. ’બધાઈ હો’માં તેમના કો-સ્ટાર્સ રહી ચૂકેલા ગજરાજ રાવ તથા ડિરેક્ટર અમિત શર્મા મદદ માટે આગળ આવ્યા હતા.
એજન્સીના સમાચાર પ્રમાણે, તેમની નર્સે સૌ પહેલા આ વાતની માહિતી શૅર કરી હતી કે સવારે ૧૧ વાગ્યાની આસપાસ સ્ટ્રોક આવ્યો હતો. તે સમયે સુરેખા જ્યૂસ પીતા હતા. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નર્સ પાસે સારવારના પૂરતા પૈસા નહોતા. જોકે, પછી તેમનો પરિવાર આવી ગયો હતો અને સારવારના પૈસા આપ્યા હતા.