એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે શાહરૂખ ખાન!

મુંબઇ,
બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે. આપને જણાવી દઈએ કે શાહરૂખ છેલ્લે વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી ફિલ્મ ’ઝીરો’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બાદથી શાહરૂખના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહૃાા છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે શાહરૂખ રાજકુમાર હિરાનીની ફિલ્મથી કમબેક કરશે.
શાહરૂખ ખાને લોકડાઉન દરમિયાન લગભગ ૧૮ સ્ક્રિપ્ટોનો નરેશન લીધો છે. એક એવી ચર્ચા છે કે શાહરૂખ ખાન સિદ્ધાર્થ આનંદની એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરશે.
એવું કહેવામાં આવી રહૃાું છે કે રાજકુમાર હિરાની તેની ફિલ્મનું શૂિંટગ કેનેડામાં કરવા માંગતા હતા, પરંતુ હાલના વૈશ્ર્વિક સંકટ કોરોના વાયરસને કારણે તેમને તે કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેથી તેણે તેની ફિલ્મની શૂિંટગની તારીખ વધારી દીધી. હવે શાહરૂખે નક્કી કર્યું છે કે તે સિદ્ધાર્થ આનંદની એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરશે. ફિલ્મની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.