એક જ દિવસમાં જિલ્લામાં 428 વાહનો મુકત,સામે 195 ડીટેઇન

અમરેલી,લોકડાઉન દરમિયાન અમરેલીમાં ખોટા સાથે સાચા લોકોના અને સાચા કારણે બહાર નિકળેલા વાહનો પણ ટેકનીકલ ક્ષતીને કારણે પોલીસ સ્ટેશને પુરાયા હતા અને હવે તે છુટવાનુ શરૂ થતા શહેરીજનોમાં આનંદ છવાયો છે
17મીએ એક જ દિવસમાં જિલ્લામાં 428 વાહનો મુકત કરાયા છે તો સામે પાછા 195 નવા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં 20 પોલીસ સ્ટેશનમાંથી કુલ 428 વાહનો છોડવામાં આવ્યા છે
જેમા અમરેલી શહેરમાં 39 વાહનો મુકત કરવામાં આવ્યા છે અને સૌથી ઓછા 10 વાહનો દામનગરમાં છોડાયા છે પોલીસે દંડ વસુલી મુકત કરેલા વાહનો હવે જો લોકડાઉનના ભંગ માટે વપરાય તો આવા વાહનોને ફરી પુરી દેવા માટે પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.