એક જ સપ્તાહમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ

અમરેલી,
કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાભરી રાજ્યસભાની ચુંટણી આજે પુર્ણ થતા હવે એક સપ્તાહમાં જ રાજ્યમાં આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની બદલી થઇ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.માર્ચ મહિનાથી કોરોનાને કારણે અટકેલી રાજ્યના આઇપીએસ અને આઇએએસ અધિકારીની બદલીની પ્રક્રિયા હવે લોકડાઉનને અનલોક કર્યા બાદ અને ચુંટણીની પ્રક્રિયા પુરી થયા બાદ હાથ ઉપર લેવાનાર હોવાનું મનાઇ રહયુ છે આ બંને બદલીઓમાં અમરેલીનું નામ પણ સંભળાય રહયુ છે પરંતુ અમરેલીના આઇએએસ અને આઇપીએસ અધિકારી શ્રી આયુષ ઓક અને શ્રી નિર્લિપ્ત રાય બંનેને બે વર્ષ અમરેલીમાં પુરા થયા હોય અને તેમની કાર્યશૈલી અને લોક ચાહનાને કારણે તેનું નામ આ લીસ્ટમાં ન આવે તે માટેના પ્રયાસો પણ થઇ રહયા હોવાનું અને હજુ આ બંને અધિકારીઓ અમરેલી જિલ્લાને સેવા આપે તેવી લોક લાગણી ગૃહ મંત્રાલયમાં અને મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરાઇ હોવાનું જાણવા મળેલ છે.