એક દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટરે કહૃાું-’ જલદી મળું છું

બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો ચે. વીડિયોમાં એક દિવ્યાંગ બાળક છે. જેમાં તે તેનાં મોથી પેઇન્ટ બ્રશ પપકડી સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહૃાો છે.

સોનૂ સૂદએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહૃાો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ’દય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળકો. સોનૂ સૂદનો આ અંદાજ તેનાં ફેન્સને ઘણો પસંદ આવી રહૃાો છે. સોનૂની આ પોસ્ટ ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. કમેન્ટ બોક્સમાં ફેન્સ જ્યાં આ બાળકોનાં વખાણ કરી રહૃાાં છે તો સોનૂ સૂદનાં પણ એટલાં જ વખાણ થઇ રહૃાાં છે.

જેમાં આ માસૂમે એક અકસ્માતમાં તેનાં બંને હાથ અને પગ ગુમાવી દીધા હતાં. નવ વર્ષનાં નાના બાળકનું નામ મધુ કુમાર છે. મધુ તેલંગાનાનાં મેડલ જિલ્લાનો રહેવાસી છે. તેની કહાની સૌનાં દયસ્પર્શી છે. હાથ અને પગ બંને ગુમાવવા છતા મધુ તેનાં મોથી પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરે છે અને તેનાંથી શાનદાર ચિત્ર દોરે છે.