એક પછી એક ખુલાસા કરી રહી છે રિયા, કહૃાું-સારા મારી પાસેથી મંગાવતી હતી ડ્રગ્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે સાથે સંકળાયેલા ડ્રગ્સ એંગલની તપાસના મુદૃે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ વધુ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ રિયા ચક્રવર્તીના મોટાભાગના સંપર્કવાળા પેડલર્સની ધરપકડ થઇ ચૂકી છે. હવે વારો સારા અલી ખાનના ડ્રગ્સ પેડલર્સની ધરપકડ થઇ ચૂકી છે. રિયા ચક્રવર્તી સંબંધિત મોટાભાગના ડ્રગ્સ પેડલર્સ એનસીબીની પકડ આવી ચૂકી છે. રિયા અને સારા કેટલાક ડ્રગ્સ પેડલર્સના કોમન સંપર્કમાં હતી,
પરંતુ મોટો ખુલાસો એ છે કે રિયાએ સારા પાસેથી ઘણીવાર ડ્રગ્સ લીધું છે. સારાના રિયા ઉપરાંત એક પોતાનું અલગ ડ્રગ્સ પેડલર છે, જેથી સારા અલગથી ડ્રગ્સ લેતી હતી. જેથી સારાએ રિયાને પોતાના ઇંડિવ્યૂઝલ ડ્રગ્સ પેડલર પાસેથી પણ ડ્રગ્સ અપાવ્યું, જે રિયાએ સુશાંત સુધી પહોંચાડ્યું હતું. રિયા અને સારાને કયા-કયા મોટા ડ્રગ્સ પેડલર ડ્રગ્સ લેતા હતા, તેમની તલાશ એનસીબી કરી રહી છે, આમ તો રિયાના મોટાભાગના સંપર્કના પેડલર્સ ધરપકડ થઇ ચૂક્યા છે. હવે વારો છે સારા અલી ખાન ડ્રગ્સ પેડલર્સની ધરપકડ થવાની છે.
વીડિયો કોન્ફ્રિંસગ દ્વારા આ આરોપીઓને મુંબઇમાં એનસીબીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઇથી ૫ અને ગોવાથી ૧ ડ્રગ્સ પેડલરથી ધરપકડ કરવામાં આવી છે. જે લોકોને આજે રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ કરમજીત, ડ્વેન ફર્નાંડિસ, અંકુશ અરેંજા સામેલ છે.