એક મહિનાના અંતરાલ બાદ ફરી શરૂ થઇ સી-પ્લેન સેવા, મુસાફરોએ માણ્યો આનંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સી-પ્લેનની કેવડિયાથી અમદાવાદ વચ્ચેની સેવા શરૂ થયા બાદ મેઇન્ટેનન્સ માટે પ્લેન માલદીવ મોકલવામાં આવ્યું હતું. આજે એક મહિના બાદ ફરી સી-પ્લેન સેવા શરૂ થઈ છે. સવારે ૧૧.૫૫ની આસપાસ અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની પહેલી લાઇટ ગઈ હતી. ત્યારે એક બાળક સી-પ્લેનની મજા માણવા આતુર બન્યો હતો. ફરી શરૂ થયેલી સીપ્લેન સેવામાં પહેલી ફલાઇટમાં કેટલા પ્રવાસીઓ હતા તે મામલે સ્પાઈસ જેટના પ્રવક્તા આનંદને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે સી-પ્લેનમાં કેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે તેની માહિતી અમે નથી આપતા અને કેટલા વાગ્યે ફલાઇટ ટેકઓફ થઈ તેની પણ માહિતી જોવી પડશે.

આજે સવારે પહેલી ફલાઇટ અમદાવાદથી કેવડિયા વચ્ચે હતી. પ્લેનમાં મુસાફરી માટે જનાર પ્રવાસીએ  કહૃાું હતું કે, સામાન્ય રીતે પ્લેનમાં અવારનવાર મુસાફરી કરી જ છે પરંતુ સી-પ્લેનમાં મુસાફરી કરવાનો એક અલગ જ મજા હોય છે અને બાળકોને પણ સી-પ્લેનમાં બેસવાની આતરુતા હોવાથી અમે આજે સી-પ્લેનમાં કેવડિયા જઈએ છીએ. સી-પ્લેનમાં બેસવા આતુર એવા તેમના પુત્ર યુવરાજિંસહ રાજપુતે જણાવ્યું હતું કે સી-પ્લેનમાં બેસવા ખૂબ જ આતુર છે