એક મિત્રએ વંશીય ટિપ્પણી કરતાં તેનું નાક તોડી નાંખ્યું હતું: ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહૃાું કે શાળાના દિવસોમાં લોકર રૂમમાં લડાઈ દરમિયાન તેમણે એક મિત્ર દ્વારા કરાયેલી વંશીય ટિપ્પણી બાદ તેનું નાક તોડી નાખ્યું હતું. ધ હિલના જણાવ્યાં મુજબ ૪૪મા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ બ્રૂસ રિંસ્પ્રગસ્ટીન સાથે પોતાના સ્પોર્ટિફાય પોડકાસ્ટના એક એપિસોડમાં આ અનુભવ શેર કર્યો.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહૃાું કે જ્યારે હું શાળામાં હતો ત્યારે એક મિત્ર સાથે બાસ્કેટબોલ મેચ રમ્યા તે વખતે લોકોમાં ઝગડો થયો હતો. આ દરમિયાન તેણે વંશીય ટિપ્પણી કરી. ઓબામાએ હસતાં હસતાં કહૃાું કે ’કદાચ એ મિત્ર પણ જાણતો નહતો કે આખરે એ શું કહી રહૃાો છે પરંતુ મને યાદ છે કે મેં તેના મોઢા પર એક મુક્કો માર્યો અને તેનું નાક તોડી નાખ્યું હતું.’ ઓબામાએ કહૃાું કે ’મે મારા એ મિત્રને સમજાવ્યો કે ફરીથી આવી ટિપ્પણી મારી સામે ન કરતો.’ ઓબામાએ  પહેલીવાર જાહેરમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ઓબામાએ કહૃાું કે વંશીય ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી. તેમણે કહૃાું કે હું ગરીબ હોઈ શકુ છું, હુ અજ્ઞાની હોઈ શકુ છું. હું કદરૂપો હોઈ શકુ છું. બની શકે કે હું પોતાને પસંદ નથી કરતો. હું દુ:ખી હોઈ શકું છું. પરંતુ શું તમે જાણો છો કે હું શું નથી? ઓબામાએ રિંસ્પ્રગસ્ટીનને કહૃાું, ’હું તમારા જેવો નથી.’